કાન ફિલ્મ ફેસ્ટિવલ 2022:લાંબું ગાઉન પગમાં આવવાને કારણે દીપિકા પાદુકોણ માંડ માંડ ચાલી શકી, ગાઉનનું ‘પોટલું’ ઊંચકીને સીડીઓ ચડવી પડી!

દીપિકા પાદુકોણ 75મા કાન ફિલ્મ ફેસ્ટિવલની જ્યૂરી મેમ્બર છે. હાલમાં જ રેડ કાર્પેટ પર દીપિકા પાદુકોણ ઓરેન્જ ગાઉનમાં જોવા મળી હતી.

આ ગાઉનમાં દીપિકા ઘણી જ સુંદર લાગતી હતી. જોકે, આ ગાઉનને કારણે દીપિકાને ઘણી જ મુશ્કેલી પડી હતી.

દીપિકા પાદુકોણ જ્યૂરી મેમ્બર્સ સાથે ફિલ્મ 'લિનોસન્ટ'ના પ્રીમિયરમાં આવી હતી. આ દરમિયાન તે ઑફ શોલ્ડર ઓરેન્જ ગાઉનમાં આવી હતી.

આ ગાઉનમાં દીપિકા ઘણી જ સુંદર લાગતી હતી. દીપિકાએ સો.મીડિયામાં કાન ફિલ્મ ફેસ્ટિવલની તસવીરો પણ શૅર કરી હતી.

ગાઉન લાંબુ હોવાને કારણે દીપિકા મુશ્કેલીમાં મુકાઈ હતી. રેડકાર્પેટ પર દીપિકા વારંવાર ગાઉનને પકડી રાખતી હતી.

સીડી ચઢતી વખતે પણ દીપિકાએ ગાઉન પકડી રાખ્યું હતું.

આટલું જ નહીં ચાલતાં સમયે પણ ગાઉન દીપિકાના પગમાં આવતું હતું.

દીપિકા આ ગાઉનને કારણે હેરાન પરેશાન થઈ ગઈ હતી.