મનોરંજન / કાશ્મીરમાં શૂટિંગ દરમિયાન ઘાયલ થયા આ બે સુપરસ્ટાર્સ, જાણો હવે કેવી છે હાલત

સામંથા પ્રભુ અને વિજય દેવરકોંડા પોતાની ફિલ્મ કુશીનું કાશ્મીરમાં શુટિંગ કરી રહ્યા હતા અને તે દરમિયાન તેઓ ઈજાગ્રસ્ત થયા. જાણો વિગતવાર

અભિનેત્રી સામંથા પ્રભુ અને વિજય દેવરકોંડા, જ કાશ્મીરમાં પોતાની ફિલ્મ 'કુશી'નું શુટિંગ કરી રહ્યા હતા,

એક સ્ટંટ સીન કરતા સમયે ઘાયલ થયા છે. દેવરકોંડાની ટીમના એક મેમ્બરે આ વાતની પુષ્ટિ કરી છે.

ક્રૂ મેમ્બરે જણાવ્યું કે સામંથા અને વિજય કાશ્મીરનાં પહલગામ વિસ્તારમાં એક સ્ટંટ સિક્વન્સ શૂટ કરી રહ્યા હતા,

 જે દરમિયાન તેઓ ઈજાગ્રસ્ત થયા. સીન ખૂબ જ મુશ્કેલ હતો. બંને અભિનેતાઓએ લિદ્દર નદીના બંને કિનારાઓ પર દોરડું બાંધી તેના પર એક વાહન ચલાવવું પડ્યું, પરંતુ દુર્ભાગ્યથી,

, વાહન ઊંડા પાણીમાં પડી ગયું અને બંનેની પીઠ પર ઈજા પહોંચી. જોકે તે દિવસે જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

વિવારે, સામંથા પ્રભુ અને વિજય દેવરકોંડાએ ફિલ્મનું શુટિંગ ચાલુ રાખ્યું, આ વખતે શ્રી નગરની ડલ ઝીલનાં અંદરનાં હિસ્સામાં શુટિંગ હતું, પરંતુ ક્રૂ મેમ્બરે જણાવ્યું કે તેમણે શૂટિંગ દરમિયાન પીઠમાં દુખાવાની ફરિયાદ કરી.

ક્રૂ મેમ્બરે આગળ કહ્યું કે બંને એક્ટર્સને તરત જ ડલ ઝીલના કિનારે એક હોટલમાં લઇ જવામાં આવ્યા. ફિઝિયોથેરાપિસ્ટને પણ બોલાવવામાં આવ્યા અને ટ્રીટમેન્ટ ચાલી રહી છે.

THANK YOU